વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગતરાત્રીના મહિકા ગામથી હોલમઢ તરફ જવાના રસ્તા પાસે નેશનલ હાઇવે પરથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા તેની પાસેથી 11 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે રૂ. 34,145ના મુદ્દામાલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામથી હોલમઢ તરફ જવાના રસ્તે નેશનલ હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ડબલ સવારી બાઇકને પોલીસે રોકી તલાશી લેતા બાઇક ચાલક વિશાલભાઈ ભુપતભાઇ બોહકીયા (ઉ.વ. ૨૪, રહે. શુક્લ પીપળીયા, રાજકોટ) અને મનીષભાઈ અરજણભાઈ બોહકીયા (ઉ.વ. ૧૮, રહે. પીપળીયા, રાજકોટ) પાસેથી 11 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં વિદેશી દારૂ તથા બાઇક સહિત કુલ રૂ. 34,125ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD