ગુનાના કામે પોલીસે અટક કરેલા ત્રણ ઇસમોએ 12 દિવસ પહેલા કરેલ ચોરીની કબૂલાત આપતાં મામલો ઉજાગર થયો…..
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ આવેલ સોલીજો વિટ્રીફાઈડ પ્રા. લી. નામના કારખાનામાંથી 12 દિવસ પહેલા ત્રણ ઈસમોએ કીલનની ઓફિસમાં રહેલ થર્મોકપલમાંથી 56.25 ગ્રામ પ્લેટીનીયમ તારની ચોરી કરી ગયા હોય, જે બનાવમાં ગુનાનાં કામે પોલીસે અટક કરેલ ત્રણ શખ્સોએ આ ચોરી કર્યાની કબુલાત આપતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સોલીજો વિટ્રીફાઈડ પ્રા. લી. કારખાનામાં ભાગીદાર રેનીશકુમાર કાંતિભાઈ કાથરોટીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૮/૦૭/૨૪ ના રોજ રાત્રીના સમયે ફરીયાદીના કારખાનામાં કીલનની ઓફીસમાં રાખેલ 45 થર્મોકપલમાંથી 56.25 ગ્રામ પ્લેટીનીયમના તાર જેની કિંમત રૂ. 3,09,375 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોય,
જેમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા અન્ય ગુનાની તપાસમાં આરોપી ૧). દિવ્યેશભાઈ રાયસીંગભાઈ ઝાલા (રહે. ધામળેજ તા. સુત્રાપાડા જી. ગીર સોમનાથ), ૨). મંતવ્ય નાથાભાઈ મોરી (રહે. કાજ તા.કોડીનાર જી. ગીર સોમનાથ)અને મિતકુમાર રાયસિંહભાઈ પરમાર (રહે. કાજ તા. કોડીનાર જી. ગીર સોમનાથ)ની અટકાયત કરવામાં આવી હોય, જેથી આ ત્રણેય ઇસમોએ સોલીજો કારખાનામાં પ્લેટીનીયમ તારની ચોરી કરી હોવાની કબૂલાત આપતાં પોલીસે ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS