વાંકાનેરના ઢુવા વિસ્તારમાં અલગ અલગ ત્રણ કારખાનામાં કોપર તથા પ્લેટીનીયમ વાયરની ચોરી કરનાર તથા માલ ખરીદનાર સહિત ચાર ઇસમોને પકડી પાડતી પોલીસ…
વાંકાનેર તાલુકાના ઢુવા વિસ્તારમાં અલગ અલગ ત્રણ સીરામીક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ચોર તથા ચોરીનો માલ ખરીદનાર એમ ચાર ઇસમોને ચોરીમાં ગયેલ સહિત કુલ રૂ. 10.43 લાખના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ચોકી વિસ્તારમાં આવેલ ઇટાલીનો ટાઈલ્સ એલ.એલ.પી., ગ્રીનસ્ટોન ગ્રેનાઇટો તથા સોલીજો વીટ્રીફાઇડ કંપનીઓમાં થયેલ કોપર વાયર તથા થર્મોકપલની ચોરી કરનાર આરોપી ૧). દીવ્યેશભાઇ રાયસંગભાઇ ઝાલા (ઉ.વ.૨૬, રહે હાલ-મોરબી, મુળ ગામ. ધામળેજ તા. સુત્રાપાડા), ૨). મીતકુમાર રાયસિંહભાઇ પરમાર (ઉ. વ.૧૯, રહે. કાજ તા. કોડીનાર)
અને ૩). મંતવ્ય નાથાભાઇ મોરી (ઉ.વ. રર, રહે હાલ-મોરબી, મુળ ગામ- અડવી તા. કોડીનાર) તથા ચોરીનો માલ ખરીદનાર ભંગારનો વેપારી આરોપી ૪). બીલાલ રફીકભાઈ કચ્છી (ઉ.વ. ૨૮, રહે. વીશીપરા, મદીના સોસાયટી, મોરબી) ને ચોરી કરેલ 600 કીલો કોપર વાયર, થર્મોકપલમાંથી નીકળતો પ્લેટીનીયમ તાર 77.5 ગ્રામ, એક્ટીવા, ચાર મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 10,43,750 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS