વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના મકતાનપર ગામ ખાતે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનના ફળિયામાં સીડી નીચેથી સંતાડી રાખેલ 20 નંગ વિદેશી દારૂના ચપલા પાસે એક ઇસમને ઝડપી લીધો હતો…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે મકતાનપર ગામ ખાતે આરોપી મશરૂભાઈ નાનજીભાઈ અબાસણીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી ફળીયામાં સીડી નીચેથી 20 નંગ વિદેશી દારૂના ચપલા (કિંમત રૂ. ૨૦૦૦) સાથે આરોપી મશરૂભાઈ નાનજીભાઈ અબાસણીયાને ઝડપી લીધો હતો, જ્યારે આ દારૂનો જથ્થો લાવી આપનાર આરોપી આનંદભાઈ મશરૂભાઈ અબાસણીયા હાજર નહીં મળી આવતાં તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA