Wednesday, April 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : બાળકોને રૂમ સામે લઘુશંકા કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાડોશીનો પાડોશી...

    વાંકાનેર : બાળકોને રૂમ સામે લઘુશંકા કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાડોશીનો પાડોશી પર હુમલો…

    વાંકાનેરના જેતપરડા રોડ પર આવેલી એક કારખાનાની લેબર કોલોનીમાં સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પોતાના રૂમ સામે બાળકોને શૌચક્રિયા કે લઘુશંકા કરાવવાની ના પાડનાર મહિલા અને તેના સાથી પર પાડોશીઓએ ઉશ્કેરાઈને હુમલો કરી માર માર્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના જેતપરડા રોડ પર આવેલ સ્નોબ સેનેટરી વેર કારખાનાની લેબર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા જોશનાબેન ભીખાભાઈ ચાવડાએ તેમના પાડોશી મનીષાબેન અને રાહુલભાઈને પોતાના બાળકોને તેમની ઓરડીની સામે બાથરૂમ (લઘુશંકા) ન કરાવવા માટે ટકોર કરી હોય, જે વાત સારી ન લાગતા ઉશ્કેરાઈ જઈ,

    આરોપી મનીષાબેન, રાહુલભાઈ, રોહિતભાઈ કોળી, ગોપાલભાઈ કોળી, સાગરભાઈ કોળી અને દિનેશભાઈ કોળી (તમામ રહે. સ્નોબ સેનેટરી વેરની લેબર ઓરડી, વાંકાનેર) એ એકસંપ થઈને જોશનાબેન અને તેમના સાથી સાથે ભૂંડા બોલી ગાળો આપી, ઝપાઝપી કરી મુંઢમાર માર્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ વાંકાનેર સીટી પોલીસમાં ૬ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એન્ટ્રોસીટી તથા બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!