વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે શાળામાં અભ્યાસ કરતા ધો. 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ પ્રયોગો, વિજ્ઞાનની કૃતિઓ, મોડેલો, નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા હતા…
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળામાં બપોરે 12 થી 2 દરમ્યાન યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ પ્રકાશની સીધી રેખામાં ગતિ, પાણીમાં ઉષ્માનું શોષણ, રેતાળ અને માટીયાળ જમીનની ભેજ ધારણ શક્તિ, દહન માટે ઓક્સિજનનું મહત્વ, હવા જગ્યા રોકે, દ્રષ્ટિ ભ્રમણ, પાણીમાં ઉષ્માનું શોષણ, ચુંબકના પ્રકાર, સોલાર કૂકર, ફિંગર પ્રિન્ટ, સમતલ અંતર્ગોળ-બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું પ્રતિબિંબ, ધ્વનિ, પેરિસ્કોપ, વાતાવરણમાં રહેલો ભેજની સમજ, રસોડાનું વિજ્ઞાન, ધ્રુજારીથી થતા અવાજો,
ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ, સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ, રેતી-મીઠું અને પાણીનું અલગીકરણ, ધાતુમાં ઉષ્માનું વહન, ડુંગળીના કોષો, હવામાં ઉષ્માનું વહન, પ્રકાશનું પરાવર્તન, પ્રકાંડમાં પાણીનું વહન, પર્ણના પ્રકાર, ધાતુમાં વિસ્થાપન પ્રક્રિયા, ધાતુમાં ઉષ્માનું વહન, પદાર્થોની અવસ્થા, હાઈડ્રોજન વાયુની બનાવટ, પ્રકાશનું વક્રીભવન, સાદા લોલક, મેગ્નેશિયમ પટ્ટીનું દહન, ચુંબકના ગુણધર્મો, વિદ્યુત ઘંટડી,
વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થોની ચકાસણી, વિદ્યુત દ્વારા પાણી ગરમ કરવું, ચંદ્રયાન મોડલ, પાણી ભરતો હિંચકો, ઉર્જા સંરક્ષણ, ઉચ્ચાલન, 3d પ્રિન્ટરની કૃતિઓ વગેરે પ્રયોગોનું નિદર્શન યોજી બાળકોએ ઊંડાણ પૂર્વકનું જ્ઞાન સાથે સમજ આપી હતી. આ તકે કાનપર ગામના નાગરિકો, આજુબાજુની શાળાના શિક્ષકો, એસ.એમ.સી.ના સભ્યો પંચાયતના સદસ્યો વગેરે પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp