વાંકાનેર શહેર નજીક પુલ ઉપરથી બે યુવાન બાઈક લઈને વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું પહેલા મોત થયું હોય જે બાદ રાજકોટ ખાતે સારવાર દરમ્યાન બીજા યુવાનનું પણ મોત થયું છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતો આકાશ રણછોડભાઈ સારલા (ઉ.વ. ૧૯) અને અજય હર્ષદભાઈ દલસાણીયા (ઉ.વ. ૨૨) નામના બે યુવાનો ગત તા.૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યે પોતાના બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હોય, ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,
જેમાં આકાશ નામના યુવાનનું માથામાં ઈજા થવાથી મોત થયું હોય, જે બાદ આ બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અજયને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જેનું પણ સારવાર દરમ્યાન મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp