
વાંકાનેર નેશનલ હાઇવેથી બાઉન્ડ્રી (ભલગામ) સુધીનો માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. ઠેર-ઠેર પડેલા ખાડાઓ અને તૂટેલા રસ્તાને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોને અકસ્માતના ભય વચ્ચે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

આ લોકપ્રશ્ન રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના ધ્યાને આવતાં તેમણે હાઇવે ઓથોરિટીના સંબંધિત ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને આ માર્ગનું સમારકામ તાકીદે હાથ ધરવા સૂચનાઓ આપી હતી. જેના પગલે તંત્ર દ્વારા વાંકાનેર હાઇવેથી બાઉન્ડ્રી (ભલગામ) સુધીના રસ્તા પર પેચવર્ક તેમજ સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



