વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ગામ તથા સીમમાં અનિયમિત અને અપૂરતા વીજ પુરવઠાના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા હોય, ત્યારે આ મામલે આજરોજ સ્થાનિક ગ્રામજનો દ્વારા વાંકાનેર પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા માટે માંગ કરવામાં આવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે છેલ્લા ઘણા દિવસોથી ગ્રામ જ્યોતિ તેમજ સીમમાં વિજ પુરવઠો ખોરવાઇ જવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય, ત્યારે આજરોજ સ્થાનિક ગ્રામજનો વાંકાનેર રૂલર-૨ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી હતી….
અત્રે ઉલ્લેખનીય છે કે કાનપર ગામે વિનયગઢ ફિડરમાંથી ગ્રામ જ્યોતિ અને રાતડીયા ફિડરમાંથી ખેતીવાડીમાં વિજ પુરવઠો આપવામાં આવતો હોય, જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અવારનવાર ગામમાં 15-20 કલાક સુધી વિજ પુરવઠો બંધ રહેતો હોય, તેમજ વાવણીના સમયે સીમમાં પણ બેથી ત્રણ દિવસ વિજ પુરવઠો બંધ રહેવાથી ખેડૂતોના માથે આફતના વાદળો તોડાઇ રહ્યા હોય, જેથી તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી….