વાંકાનેર તાલુકા જેતપરડા ગામની સીમમાં આવેલ પશુપાલકના વાડાની બાજુમાં વાડીના શેઠે બાવળ કાપતા ખેડૂતને પશુપાલકે બાવળ કાપવાની ના પાડતાં આ મામલે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા ચાર ઇસમોએ કુહાડી તથા લાકડી વડે પશુપાલક પર હુમલો કરી માર મારતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ચાર ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં મોતીભાઈ સતાભાઈ સરૈયા (ઉ.વ. ૪૬)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ઇરફાન જલાલ શેરસીયા, જલાલ અમીભાઈ શેરસીયા, હાજીભાઈ અમીભાઈ શેરસીયા તથા હુશેનભાઈ અમીભાઈ શેરસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ગામની સીમમાં આવેલ વાડાની બાજુમાં આરોપીઓની વાડી આવેલ હોય,
જેમાં વાડીના શેઠે આરોપીઓ બાવળ કાપતા હોય, જેને બાવળ કાપવાની ના પાડતાં આ મામલે પ્રથમ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ચારેય ઇસમોએ ફરિયાદી પર લાકડી તથા કુહાડી વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે ચારેય ઇસમો સામે ગુન્હો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47