વાંકાનેરના લાલપર ગામની સીમમાં ચાલતી એક બાંધકામ સાઇટ પર શ્રમિકો પિલર માટે લોખંડના પિંજરા ઉભાં કરતા હોય દરમ્યાન ઉપરથી પસાર થતી ચાલું વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતાં બે શ્રમિકોને વિજ શોક લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય એકને ઇજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં હશનભાઈ જલાલભાઈ શેરસિયાના પ્લોટમાં બાંધકામ ચાલતું હોય, ત્યારે શ્રમિકો પિલર ભરવા માટે લોખંડનું પીંજરૂ દિવાલ પર બેસીને ફીટ કરતાં હોય, ત્યારે ઉપર ધ્યાન ન રહેતા સાઈડમાંથી પસાર થતી વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતા ભારતભાઈ દિલીપભાઈ ભુરીયા (ઉ.વ. ૨૫, હાલ રહે. લાલપર, મુળ રહે. મધ્યપ્રદેશ)ને વિજ શોક લાગતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય શ્રમિક ગોલુભાઈ પ્રતાપભાઈ ડાભીને ઇલેક્ટ્રિક શોક લાગતાં ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47