વાંકાનેરના બહુચર્ચિત નગમા હત્યા પ્રકરણ મામલે પોલીસે હત્યારા આરોપી ૧) નવલસિંહ કનુભાઇ ચવડા, તેમજ મદદગારીમાં આરોપી ૨) સોનલબેન વા/ઓ નવલસિંહ ચાવડા, ૩) જીગર ભનુભાઇ ગોહીલ અને ૪). શક્તિ ભરતભાઇ ચવડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હોય, જે બનાવમાં મુખ્ય આરોપી નવલસિંહ કનુભાઇ ચાવડાને અમદાવાદની સરખેજ પોલીસે અટક કરેલ હોય, જેનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. જે બાદ આ બનાવમાં વાંકાનેર પોલીસે આરોપી સોનલબેન નવલસિંહ ચાવડાની ગત તા. તા.૧૭ તેમજ આરોપી શક્તિ ભરતભાઇ ચવડાની તા. ૧૬ના રોજ ધરપકડ કરી મોરબી સબ જેલ હવાલે કર્યા હતા…
આ બનાવમાં સંડોવાયેલા આરોપી જીગર ભનુભાઇ ગોહિલ (રહે. કૃષ્ણકુંજ સોસાયટી, અમદાવાદ)ની અન્ય ગુનામાં પડધરી પોલીસે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતાં વાંકાનેર સીટી પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ અટકાયત કરી વાંકાનેર કોર્ટમાંથી ત્રણ દિવસના પોલીસ રીમાન્ડ મેળવી પુછપરછ કરતા આ કામે મરણ જનાર આરોપી નવલસિંહ ચાવડા સાથે મૃતક નગમાબેનને પ્રેમસબંધ હોય અને લગ્ન કરવા માટે દબાણ કરતી હોય અને લગ્ન ન કરે તો બદનામ કરવાની ધમકી આપતી હોય જેથી આરોપી નવલસિંહના કહેવાથી આરોપી જીગરે તેની સાથે મળી પ્લાન બનાવી,
મૃતક નગમાબેનને વઢવાણ મુકામે આરોપી નવલસિંહના ઘરે બોલાવી સોડીયમ પાવડર વાળું પાણી પીવડાવી બેભાન કરી મોત નિપજાવી ઉપરના માળે આવેલ રૂમના બાથરૂમમાં છરી, કુહાડી, કટ્ટર મશીન જેવા હથીયારથી નગમાની લાશના કટકા કરી અલગ અલગ પલાસ્ટિકની કોથળીમાં ભરી નવલસિંહની સ્વીફ્ટ ગાડીમાં મુકી વાંકાનેર ધમલપર મુકામે આવી આરોપી શક્તિરાજ ચાવડા પાસે અગાઉથી ખાદો ખોદી રખાવી તેમા નગમાની લાશના કટકા ભરેલ કોથળીઓ નાંખી તેની ઉપર મીઠુ નાખી, ધુળ માટી નાખી દાટી દિધેલ હોવાની કબુલાત આપી છે, જે બાદ પોલીસે આરોપીને સાથે રાખી વઢવાણ તેમજ વાંકાનેર ધમલપર મુકામે રીકંટ્રકશન કરાવાયું હતું તેમજ આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડા પણ કબ્જે લીધા હતા…