ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે લેવાતી JEE Mainની ફેઝ-૧ની પરીક્ષાનું ગઇકાલે પરીણામ જાહેર થયું છે, જેમાં દર વર્ષની ઉત્કૃષ્ટ પરિણામની પરંપરાને યથાવત્ રાખતાં વાંકાનેરની મોડર્ન સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જ્વલંત સફળતા મેળવી છે…
JEE Main ના પરિણામમાં મોડર્ન સ્કુલના વિદ્યાર્થી કડીવાર નાઝીસરઝા નીજામુદીન (વાલાસણ)એ PR 96.80 તથા એસએમપી સ્કૂલ-સિંધાવદરના ભુતપુર્વ આચાર્ય કડીવાર સાહેબના પૌત્ર કડીવાર રૂહાનએહમદ મુસ્તાકભાઇએ 93.96 PR મેળવી જ્વલંત સફળતા મેળવી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે ગતવર્ષ JEE Main – 2023ના પરિણામને આધારે IIIT કોલેજમાં ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કટ ઓફ PR 95.21 તથા NIT ની કોલેજમાં ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કટ ઓફ PR 94.78 હતા. જેમાં આગામી દિવસોમાં આ બંને વિધાર્થીઓ પોતાની અથાગ મહેનત અને શાળા/વાલીના માર્ગદર્શનથી JEE Mainની ફેઝ-૨ માં પણ વધુ સારા ગુણ મેળવી શાળા-પરિવાર તથા વાંકાનેરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સાથે મોડર્ન સ્કુલ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD