વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન તાલુકાની જામસર ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોકી તલાશી લેતા બાઇક સવાર પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં બે શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકાની જામસર ચોકડી ખાતે મકતાનપર રોડ તરફથી આવતા એક શંકાસ્પદ ડબલ સવારી બાઈકને પોલીસે રોકી તલાશી લેતા બાઇક સવાર પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં આરોપી બેચરભાઈ દાદુભાઇ સરાવાડીયા (ઉ.વ. ૨૨) અને વિક્રમભાઈ અરવિંદભાઈ ઉઘરેજા (ઉ.વ. ૨૦, રહે. બંને મકતાનપર)ની એક બોટલ વિદેશી દારૂ તથા બાઇક સહિત કુલ રૂ. 30,850ના મુદ્દામાલ સાથે અટકાયત કરી બંને સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65