32 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળ્યો, ચાર ગામોની તરવૈયાઓની ટીમની મહેનત રંગ લાવી….
વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં પાણીના વહેણમાં રવિવારે વહેલી સવારે એક યુવાન કોઇ કારણોસર તણાઈ ગયો હતો, જેથી બનાવની જાણ થતા સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ વાંકાનેર, મોરબી, રાજકોટ તથા હળવદની તરવૈયોની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે, જેમાં 32 કલાકની લાંબી જહેમત બાદ યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં રવિવારે રવિવારે વહેલી સવારે ભાવેશભાઈ રાવતભાઇ ડાંગર (ઉ.વ. 40, રહે. જાલસીકા) નામનો યુવાન કોઈ કારણોસર પાણીના વહેણમાં તણાઈ ગયો હતો, જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી આર. એમ. કોંઢીયા સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા,
અને તાત્કાલિક મોરબી, રાજકોટ તથા હળવદથી ફાયર વિભાગની ટીમની મદદ બોલાવી યુવાનની પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હોય, જેમાં 15 તરવૈયાઓની ટીમની લાંબી જહેમત બાદ 32 કલાકે યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો, જેનું હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg