વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતાં તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના માટેલ રોડ ઉપર સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા જ્યોતિબેન રૂપેશભાઈ યાદવ (ઉ.વ. 23) નામના પરિણીતાએ ગઇકાલ રાત્રીના કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યા હતા. જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાના લગ્ન દોઢ વર્ષ પુર્વે થયા હોવાનું સામે આવતાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg