Sunday, September 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં ગણેશોત્સવ : આવતીકાલે ભવ્ય શોભાયાત્રા સાથે 45થી વધારે પંડાલોમાં ગણેશ સ્થાપના...

    વાંકાનેરમાં ગણેશોત્સવ : આવતીકાલે ભવ્ય શોભાયાત્રા સાથે 45થી વધારે પંડાલોમાં ગણેશ સ્થાપના કરાશે….

    દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી માટે ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાંકાનેર શહેર અને તાલુકામાં ભક્તિમય માહોલ સર્જાયો છે. આવતીકાલ સોમવારે વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા મહોત્સવ સમિતિ’ દ્વારા એક વિશાળ અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેર અને તાલુકાના 45થી વધુ પંડાલોના ગણપતિ દાદા એકસાથે નગરચર્યા કર ગણપતિ સ્થાપન કરવામાં આવશે…

    આવતીકાલે ગણેશ ચતુર્થીના પાવન અવસરે સવારે ૧૦ વાગ્યે જીનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિર ખાતેથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ‘માર્કેટ ચોક કા રાજા’ની ૧૨ ફૂટની વિશાળ વિઘ્નવિનાયકની મૂર્તિ રહેશે. આ યાત્રામાં વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, સાધુ-સંતો, પંડાલ આયોજકો અને વિશાળ સંખ્યામાં નગરજનો જોડાશે….

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!