વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસા વોરંટ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશ મુજબ આરોપીને પાસા તળે અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી આશીષભાઈ હેમુભાઈ ઉઘરેજીયા (ઉ.વ. ૨૫, રહે. જોરાવરનગર, હનુમાન ચોક, સુરેન્દ્રનગર) સામે પોલીસ દ્વારા પાસા વોરંટ તૈયાર કરતા આ વોરંટ મોરબી જિલ્લા કલેકટર દ્વારા મંજૂર કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભારગા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા,એએસઆઇ જીતેન્દ્રકુમાર અઘારા, ચમનભાઈ ચાવડા, કો. હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, રવિભાઈ કલોત્રા તથા અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65