વાંકાનેર સીટી પોલીસ ટીમના શહેરભરમાં પેટ્રોલિંગ દરમિયાન શહેરના જીનપરા જકાતનાકા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તલાશી લેતા તેની પાસેથી ચાર નંગ બિયરના ટીન મળી આવ્યા હતા, જેથી પોલીસે યુવાનની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના જીનપરા જકાતનાકા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી સાગરભાઈ શામજીભાઈ સોલંકી (ઉ.વ. ૨૧, રહે. જીનપરા, વાંકાનેર) ને રોકી તલાશી લેતા તેની પાસે રહેલ પ્લાસ્ટિકના ઝબલામાંથી ચાર નંગ બિયરના ટીન (કિંમત રૂ. ૪૦૦) મળી આવતાં પોલીસે યુવકની અટકાયત કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65