વિદ્યાર્થીઓને કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલને લગતી સમસ્યાનો નિવારણ માટે હેલ્પ સેન્ટર શરૂ કરાયું….
નવા શૈક્ષણિક વર્ષથી રાજ્ય સરકાર દ્વારા કોલેજમાં એડમિશન માટે વિદ્યાર્થીઓએ ફરજીયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરવામાં આવેલ હોય, જેમાં વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા બાદ કોલેજમાં પ્રથમ વખત એડમિશન લેવા ઇચ્છતા દરેક વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગની સુચના મુજબ પોર્ટલમાં એન્ટ્રી કરવાની રહેશે,
જે સંદર્ભે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા વાંકાનેરની દોશી કોલેજ ખાતે હેલ્પ સેન્ટરને માન્યતા આપવામાં આવી છે, જેથી એડમિશનના સંદર્ભે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય તો વાંકાનેરની દોશી કોલેજ ખાતે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલના હેલ્પ સેન્ટરની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65