વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના બોર્ડ નજીકથી પસાર થતા એક બાઈક ચાલકને પાછળથી પુરઝડપે આવતા એક ટ્રક ચાલકે ઓવરટેક કરવા સમયે સાઈડમાંથી બાઇકને હડફેટે લેતા ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા બાઈક ચાલક આધેડનું મોત થયું હતું, જેથી આ બનાવમાં ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે….
વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામના બોર્ડ પાસેથી પસાર થતાં લાકડધાર ગામના બાઇક નં. GJ 03 FJ 6076 ના ચાલક છગનભાઈ માવજીભાઈ અણીયારીયાના બાઇકને પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રક નંબર TN 29 CV 5087 ના ચાલકે ઓવરટેક કરતી વેળાએ સાઈડમાંથી હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડના શરીર પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેમનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક આધેડના પુત્ર કિશોરભાઈ અણીયારીયાએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47