વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક સનહાર્ટ સિરામિક ફેકટરી સામે નેશનલ હાઈવે પર ડિવાઇડર વચ્ચે ઉછેરવામાં આવતા વૃક્ષોને હાઇવ ઓથોરિટીની ટીમ દ્વારા ટેન્કર વડે પાણી પાવાની કામગીરી કરવામાં આવતી હોય, ત્યારે આજે સાંજના સમયે અહીંથી પસાર થતી એક આઇ-૨૦ કારના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ટેન્કર પાછળ અથડાતાં અકસ્માત સર્જાયો હતો…
સદનસીબે આ અકસ્માતના બનાવમાં કોઇ જાનહાનિ ટળી હતી, પરંતુ કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી , જ્યારે કાર ટેન્કર પાછળ ઘૂસી જતાં તેમના નુકસાની પહોંચી હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp