વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ-મોરબી સંચાલિત શ્રી જયંતિલાલ જેઠાલાલ દોશી પ્રાથમિક શાળાના નવા આધુનિક બિલ્ડિંગનું ઉદ્ઘાટન આજરોજ વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમસ્ત અદેપર ગામ લોકોની ઉપસ્થિતિમાં “લાઇફ પ્રોજેક્ટ” ના ટ્રસ્ટીઓ અને દોશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું…
આ તકે શિક્ષણને જાગૃત કરવા હર હંમેશ તત્પર રહેતા શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા અંતરીયાળ ગામોમા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવા સક્રિય”લાઈફ પ્રોજેકટ”ના તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામજનોને મતનું મુલ્ય સમજાવી આગામી ચુંટણીમાં અવશ્ય મતદાન કરવા આહવાન કરી મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp