વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને સમગ્ર ગુજરાતમાં વસતા મોમીન/મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું આજે શનિવારે સાંજે અચાનક આવેલ હ્દયના હુમલામાં દુઃખદ અવસાન થયું હતું, તેમના ઇન્તેકાલના સમાચારથી વાંકાનેર સહિત ગુજરાતભરમાં વસતા તેમના અનુયાયીઓમાં ગમગીની છવાઇ ગઇ છે. આ સાથે જ હાલ તેમના નિવાસસ્થાને બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા છે…
• દફનવિધિના કાર્યક્રમ •
👉🏻 સમય : સવારે ૮ થી ૧૦ સુધી
આખરી દિદાર : મીરૂમીયા બાવા દરગાહ કંમ્પાઉન્ડ ખાતે
👉🏻 આખરી દિદાર બાદ દરગાહ ખાતેથી દાણાપીઠ ચોક સુધી ચાલીને જનાઝાને લઇ જવાશે…
👉🏻 દાણાપીઠ ચોક ખાતેથી જનાઝાને વાહનમાં મોમીનશાહ બાવા દરગાહ સુધી લઇ જવાશે…
👉🏻 મોમીનશાબાવા દરગાહ ખાતે હઝરત અલીનવાઝ બાવા દ્વારા જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે…(૧૨:૫૦ વાગ્યે)
👉🏻 જે બાદ જનાઝાને વાહનમાં મીરૂમીયા બાવા દરગાહ પરત લાવી ત્યાં દફનવિધિ કરવામાં આવશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp