અનેકવાર રજૂઆતો બાદ પણ રેલ્વે વિભાગે નોટિસ વગર અચાનક ફાટક બંધ કરી દેતા ખેડૂતોનો રસ્તો બંધ….
વાંકાનેર તાલુકાના ધમલપર ગામની સીમમાં ખેડૂતોના ખેતરો તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ રેલ્વે ફાટકને તંત્ર દ્વારા અચાનક કોઈપણ પ્રકારની નોટિસ વગર બંધ કરી દેતા ખેડૂતો તથા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, ત્યારે આજરોજ રોષે ભરાયેલા ખેડૂતોએ ફાટક ખાતે આવી રેલ્વે ટ્રેક પર દેખાવો કરી, ટ્રેન થોંભાવી ફાટક પુનઃ શરૂ કરવા અન્યથા કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવા ધમાલપર ગામની સીમમાં આવેલ રેલ્વે ફાટક નંબર 92 ને ગત તા. ૨૫ થી કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રેલ્વે વિભાગ દ્વારા બંધ કરી દેવાતા આજુબાજુના ખેડૂતો તથા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, જે બાબતે અગાઉ પણ અનેક વાર તંત્ર અને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ હાલ ન થતા રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વાહનચાલકો આજરોજ ફાટક ખાતે આવી રેલ્વે ટ્રેક પર દેખાવો કરી સુઇ જઇ ટ્રેનને થોંભાવી દેતા રેલ્વે તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક સ્થળ પર પહોંચી દેખાવકારો સાથે વાટાઘાટો કરી રેલ વ્યવહાર પુનઃ સ્થાપિત કર્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0