ત્રણેક મહિના પહેલા શરૂ કરાયેલ કામગીરી આજે પણ અધુરી, વેપારીઓની દુકાનો સામે ખોદકામથી થયેલ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયાં…
વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થયા બાદ જાણે વિકાસ કામોની સિઝન ખુલી હોય તેવો અનુભવ શહેરજનો કરી રહ્યા છે, ત્યારે આ બધાં વચ્ચે નગરપાલિકા દ્વારા શહેરના સીટી સ્ટેશન રોડ પર ફુટપાથ બનાવની કામગીરી આશરે ત્રણ મહિના પહેલા શરૂ કરવામાં આવી હોય, જે કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાનાં કારણે અહીંના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે….
વાંકાનેર નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા શહેરના સીટી સ્ટેશન રોડના નવિનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હોય જે આજે વર્ષો બાદ પણ અધુરી હોય, ત્યારે નગરપાલિકા દ્વારા આ અધુરી કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ નગરપાલિકા દ્વારા અહીં ફુટપાથ બનાવવા માટે ત્રણેય મહિના પહેલા વેપારીઓની દુકાનો સામે ખોદકામ કરી દેવાયું , જે બાદ આ કામગીરીમાં ખોરંભે ચડી જતાં હાલ વેપારી હેરાનપરેશાન થઈ રહ્યા છે. અહીં ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરી વચ્ચે ચોમાસું શરૂ થઈ જતા,
ફુટપાથ બનાવવા માટે ખોદેલ ખાડામાં વરસાદી પાણી ભરાયાં અહીંથી પસાર થતાં રાહદારીઓ, વેપારીઓ અને ગ્રાહકો માટે મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ બાબતે સ્થાનિક વેપારીઓએ નગરપાલિકા સમક્ષ રજુઆત પણ કરી હોય છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી. જેથી આ ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના કારણે કોઈ અણબનાવ બને તે પુર્વે જ બાબતે વાંકાનેર નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ કામગીરી પુરી કરી વેપારીઓ, રાહદારીઓ તથા શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી બહુમતી નાગરિકોમાં લોકમાંગ ઉઠી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc