Monday, April 20, 2026
More
    HomeUncategorizedવાંકાનેરમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત માટે નિઃશુલ્ક...

    વાંકાનેરમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત માટે નિઃશુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભ કરાયો….

    હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત પૂરી પાડવાના ઉમદા હેતુથી ‘જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ પ્રેરિત જૈન જાગૃતિ સેન્ટર – વાંકાનેર અને જૈન જાગૃતિ લેડીસ વિંગ – વાંકાનેર દ્વારા વાંકાનેર ખાતે નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં શહેરના ગ્રીનચોક નજીક જૂની પોલીસ ચોકી પાસે મહાવીર સેલ્સ એજન્સી ખાતેથી લોકોને આગામી 30 દિવસ સુધી નિઃશુલ્ક છાસનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કાર્ય અંતર્ગત દરરોજ 100 લીટર જેટલી ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરી લોકોને આકરા તાપમાં રાહત આપવામાં આવશે….

    આ સેવાયજ્ઞના શુભારંભ પ્રસંગે સંઘ પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, અનુકાકા, અરવિંદભાઈ પટેલ, શૈલેષભાઇ દોશી, તેજસભાઈ, તુષારભાઈ, રાજકોટ જૈન સંઘના પ્રમુખ મુકેશભાઈ સંઘવી, ગર્લ્સ સ્કૂલના નિવૃત્ત આચાર્ય જગદીશભાઈ, પત્રકાર મહમદભાઈ રાઠોડ તથા ભાટી એન., જૈન સમાજના અગ્રણી દમયંતીબેન મહેતા, મેઘાબેન, અમિતાબેન, રોશનીબેન, કાશમીરાબેન, પૂનમબેન પટેલ અને પુષ્પાબેન વૈદ સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

    આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ પૂનમચંદ પટેલ, ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, જૈન જાગૃતિ લેડીસ વિંગના પ્રમુખ ગીતાબેન બેલાણી, સેક્રેટરી સ્વીટીબેન પટેલ તથા તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાળઝાળ અને ધગધગતા તડકામાં વટેમાર્ગુઓ અને જરૂરિયાતમંદોને ઠંડી છાશ પીવડાવીને સંસ્થાએ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!