Tuesday, July 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પોલીસ મથકમાં નોંધાયેલ ૧૧ વર્ષ જૂના અપહરણ-દુષ્કર્મ કેસનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી...

    વાંકાનેર પોલીસ મથકમાં નોંધાયેલ ૧૧ વર્ષ જૂના અપહરણ-દુષ્કર્મ કેસનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો….

     

    વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લા ખાતેથી ઝડપી પાડ્યો છે…

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગીરાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી હાલ ડ્રાઇવિંગનું કામ કરે છે અને તે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી પસાર થવાનો છે. બાતમી મળતા જ પોલીસની ટીમે તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી તપાસ હાથ ધરી હતી.

    પોલીસ ટીમે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આવેલી રામટેક આર.ટી.ઓ. ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હોય દરમિયાન બાતમી મુજબનો શંકાસ્પદ શખ્સ ત્યાંથી પસાર થતાં જ ટીમે આરોપી મુસ્લિમખાન સાહાબુદીનખાન (ઉ.વ. ૩૦, રહે. શાંતીકા નાગલા, જી. ભરતપુર, રાજસ્થાન)ને ઝડપી લીધા બાદ મોરબી એલસીબી ટીમે આગળની ઘટિત કાયદેસરની કાર્યવાહી અર્થે તેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!