વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના નાગરિકોનો પરસેવો પીજીવીસીએલ કચેરીની નબળી કામગીરીના કારણે છેલ્લા ઘણા સમયથી સુકાતો નથી, જેમાં ચંદ્રપુર ફીડરમાં લાંબા સમયથી અવારનવાર લાઈટ જવાના પ્રશ્નથી કંટાળી ગ્રામજનોએ અગાઉ બે થી ત્રણ વખત પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો નિકાલ ન થતા આજરોજ બપોરે કંટાળી ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરી અધિકારીનો ઉઘાડો લીધો હતો…
લાંબા સમયથી લાઈટની સમસ્યાથી કંટાળેલા ચંદ્રપુર ગામના નાગરિકોએ આજે બપોરના સમયે વાંકાનેર પીજીવીસીએલ કચેરીને ઘેરાવ કરી પોતાની સમસ્યા બાબતે અધિકારી ભુવા સાહેબનો ઉઘાડો લઈ લાઈટની સમસ્યાનો નિરાકરણ લાવવા આક્રમક રજૂઆત કરી હતી, જેમાં ગ્રામજનોમાં ભભૂકતો રોષ જોતા અધિકારી દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ ગામના આગેવાનો દ્વારા અધિકારી સાથે ચેમ્બરમાં જ ચર્ચા કરી સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા જણાવી સાથે જ આગામી દિવસોમાં સમસ્યાનો હલ નહીં થાય તો રોષે ભરાયેલા ગ્રામજનોએ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc