
વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સતત બે ટર્મ સુધી સફળતાપૂર્વક સેવા આપીને લોકોના હૃદયમાં આગવું સ્થાન બનાવનાર ફાતુબેન યુનુસભાઈ શેરસીયા આગામી ચૂંટણીમાં મહિકા તાલુકા પંચાયત સીટ પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમના દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલા વિકાસ કાર્યો અને હાલના ચૂંટણી પ્રચાર દરમિયાન મળી રહેલા પ્રચંડ જનસમર્થનને જોતા તેમની જંગી બહુમતીથી જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે….


જોધપર ગામના વતની અને ફાતુબેનના પતિ યુનુસભાઈ શેરસીયા વર્ષોથી કોંગ્રેસ પક્ષ અને પીરઝાદા પરિવાર પ્રત્યે અતૂટ વફાદારી ધરાવે છે. તેમણે સમગ્ર તાલુકામાં કોંગ્રેસને મજબૂત કરવા સતત જહેમત ઉઠાવી છે. યુનુસભાઈની સક્રિય આગેવાની હેઠળ જ ગત ચૂંટણીમાં ફાતુબેને આ બેઠક પર ૧૦૦૦થી વધુ મતોની લીડથી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ પરિવારની લોકપ્રિયતા અને સક્રિય કામગીરીને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમના પર ફરી એકવાર વિશ્વાસ મૂકીને ટિકિટ ફાળવી છે.


વર્ષોથી લોકસેવા સાથે સંકળાયેલા યુનુસભાઈ શેરસીયા અને ફાતુબેને પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કામોથી બહોળી લોકચાહના મેળવી છે. હાલમાં જ્યારે ફાતુબેન મહિકા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે, ત્યારે મતદારો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જનસંપર્ક દરમિયાન મળતા અભૂતપૂર્વ પ્રતિસાદને પગલે આગેવાનો અને કાર્યકરોમાં એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ફાતુબેન ગત ચૂંટણી કરતા પણ મોટી લીડ સાથે વિજય પતાકા લહેરાવશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





