વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલ વાદી વસાહતમાં બે પરિવારો વચ્ચે ચાલતા જુના ઝઘડામાં ઘમાસાણ મચી હતી, જેમાં બંને પક્ષોએ પ્રથમ બોલાચાલી બાદ પથ્થરમારો થતા એક વ્યક્તિની આંખ ફુટી જતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ભોજપરા ગામે વાદી વસાહતમાં રહેતા ફરિયાદી જાલમનાથ બાકનાથ બાંભણીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). રોબળનાથ સુરમનાથ પરમાર, ૨). રૂમાલનાથ સુરમનાથ પરમાર, ૩). બહાદુરનાથ સુરમનાથ પરમાર અને ૪). જોગનાથ કાળુનાથ પરમાર (રહે. બધા વાદી વસાહત, ભોજપરા) સામે ફરિયાદ નોંધાવી છે કે,
ગત તા.1ના રોજ ઉપરોક્ત આરોપીઓએ જુના ઝઘડાનો ખાર રાખી ફરિયાદીના ઘર તથા શેરીમાં પથ્થરમારો કરતાં આ હુમલામાં ફરિયાદીની આંખમાં પથ્થર લગતાં તેમની આંખ ફુટી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65