વાંકાનેર શહેર નજીક વાદી વસાહતમાં રહેતા બે પરિવારો વચ્ચે દીકરીની લેતી-દેતી મામલે તકરાર ચાલી રહી હોય જે મામલે સસરા માટે ચા લેવા નિકળેલ યુવાનના એક્ટીવા પાછળ બોલેરો ભગાવી સાસરીયા પક્ષના સાત લોકેએ સામુહિક હુમલો કરી માર મારતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ભોજપરા ગામે વાદી વસાહતમાં રહેતા ફરિયાદી ખોડુનાથ ગોરખનાથ ભાઠી (ઉ.વ. ૩૧) એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). મોડનાથ મીલ્ખાનાથ બાંભાણીયા, ૨). કીશનનાથ ઉર્ફે કાળુનાથ બબાનાથ બાંભાણીયા, ૩). જોગનાથ કાશનાથ બાંભાણીયા, ૪). શાહરૂખનાથ બાકનાથ બાંભાણીયા,
૫). શાયરનાથ હજુરનાથ બાંભાણીયા, ૬). હજુરનાથ ઢેબનાથ બાંભાણીયા અને ૭). ચેતનનાથ મીલ્ખાનાથ બાંભાણીયા (રહે. બધા વાદી વસાહત, ભોજપરા) સામે ફરિયાદની વસાહતમાં પરમાર અને બાંભાણીયા પરિવાર વચ્ચે દીકરીની લેતી-દેતી મામલે તકરાર ચાલતી હોય દરમ્યાન બુધવારે ફરિયાદી સસરા માટે ચા લેવા પોતાના એક્ટીવા બાઇક પર જતા હોય ત્યારે થાન રોડ પર આરોપીઓએ એક્ટિવા પાછળ બોલેરો ભગાવી હુમલો કર્યો હતો..
જેમાં સાસરીયા પક્ષના સાત આરોપીઓએ ફરિયાદી પર લોખંડના પાઇપ, સળિયા અને ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરી બેફામ માર માર્યો હતો, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65