વાંકાનેર શહેરના ભમરીયા કુવા પાસે નગરપાલિકા દ્વારા જુના ભમરીયા કુવાના બાંધકામ તથા આજુબાજુના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી જગ્યાને ખુલ્લી કરવામાં આવી હોય ત્યારે ગતરાત્રીના આ જગ્યાએ એક કપચી ભરેલ ડમ્પર કોઇ કારણોસર પલ્ટી ખાઇ મારી ગયું હતું, જેમાં સદનસીબે આ અકસ્માતમાં અહીં કોઈ હાજન ન હોવાથી જાનહાની ટળી હતી પરંતુ એક સાયકલ અને બાઈક કપચી નીચે દબાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરમાં સવારથી સાજ સુધી ભારે વાહનોને પ્રવેશબંધી હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા તેની કડક અમલવારી કરવામાં આવતી ન હોવાથી શહેરમાં માતેલા સાંઢની જેમ બેફામ ડમ્પર, ટ્રક સહિતના ભારે વાહનો દોડી રહ્યા છે. ત્યારે ગતરાત્રીના શહેરના ભમરીયા કુવા પાસેથી પસાર થતા એક કપચી ભરેલા ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલ્ટી મારી જતા કપચી રોડ સાઈડમાં પથરાઇ ગઈ હતી.
આ સમય અહીં પાર્ક કરેલ એક બાઈક અને સાઈકલ કપચી નીચે દબાઇ ગયા હતા, જો કે, સદનસીબે કોઈ વ્યક્તિ ઘટના સ્થળે હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. પરંતુ આ અકસ્માતના બનાવમાં ડમ્પરના ચાલકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc