વાંકાનેર તાલુકા પોલીસ ટીમના માટેલ નજીક પેટ્રોલિંગ દરમિયાન અમરધામ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તલાસી લેતા તેની પાસે રહેલ સફેદ બાચકામાંથી બે બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે યુવાનની અટકાયત કરી, વિદેશી દારૂનો જથ્થો વેચનાર અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઢુવા-માટેલ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન અમરધામ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી નાનજીભાઈ ઉર્ફે નાનુભાઈ મૈયાભાઇ ગમારા (ઉ.વ. ૩૩, રહે. નવા ઢુવા)ને રોકી તલાશી લેતા તેની પાસેથી બે બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૬૮૦) મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં યુવાનની અટકાયત કરી પુછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો આરોપી મુકેશભાઈ મનસુખભાઇ દંતેસરીયા (રહે. જામસર) પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતાં પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc