વાંકાનેરના મિયાણા રોડ પર અરણીટીંબા ગામના બોર્ડ પાસેથી પસાર થતી એક છકડો રિક્ષામાંથી નિરણ (સૂકા ઘાસ)ની આડમાં સંતાડીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે રીક્ષામાંથી 2.73 લાખના મુદ્દામાલ સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

બાબતે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હોય કે, એક છકડો રિક્ષાનો ચાલક પોતાની રિક્ષામાં સૂકા ઘાસ (નિરણ)ની નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વાંકાનેરથી મીતાણા તરફ જવાનો હોય, જેના આધારે પોલીસે વાંકાનેર-મીતાણા રોડ પર અરણીટીંબા ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન, બાતમીવાળી શંકાસ્પદ છકડો રિક્ષા ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી અને ઠાઠામાં તલાશી લેતા નિરણની નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 287 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે સ્થળ પરથી છકડો રિક્ષા, વિદેશી દારૂ તથા મોબાઇલ સહિત કુલ રૂ. 2,73,718 નો મુદ્દામાલ જપ્ત કરી છકડો રિક્ષાના ચાલક રાજપાલસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા (ઉ.વ.૨૦, હાલ રહે- પાળીયાદ દરબારગઢ, લિન્ડીયાના કાંટા પાસે, જિ. બોટાદ)ને ઝડપી લીધો હતો…

આ બનાવમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો બોટાદના તરઘરા ગામે રહેતા આરોપી અજયભાઇ ખાચરે સપ્લાય કર્યો હોય તેમજ આ દારૂ વીરવાવ ગામે રહેતા આરોપી અજયસિંહ હામુભા જાડેજાએ મંગાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીઆઇ બી. વી.પટેલ, પીએસઆઇ ડી. વી. ખાંભલા, એ.એસ.આઈ. ગોપાલભાઇ કાલરીયા, હેડ.કો. કિર્તીસિંહ જાડેજા, કો. અક્ષયરાજસિંહ પરમાર, ભરતભાઇ બોસીયા ક્રિપાલ ખિમાણીયા સહિતના જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0



