અતિ દુર્લભ અને લાખો-કરોડોની કિંમતમાં વેચાતી આંધળી ચાકણનું રેસ્ક્યુ કરાયું….
માનવ લાલચમાં લાખો-કરોડોની કિંમતમાં બ્લેક માર્કેટમાં વેચાતી આંધળી ચાકણ સાપ જુજ પ્રમાણમાં જ જોવા મળતી બિનઝેરી સરિસૃપ પ્રજાપતિ હોય, જે આંધળી ચાકણ સાપ વાંકાનેર માર્કેટિંગ નજીક જોવા મળતા સ્થાનિક ખેડૂતએ બનાવની તાત્કાલિક જાણ ચક્રવાત ન્યુઝ ટીમને કરતાં તાત્કાલિક વાંકાનેર વન વિભાગ અને ચક્રવાત ન્યુઝ ટીમ સ્થળ પર પહોંચી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ જૈનુલભાઈ શેરસીયા (એ.એફ. કાર બોડી વર્કસ)ની વાડી ખાતે આજરોજ અતિ દુર્લભ એવી આંધળી ચાકણ સાપ દેખાતા બનાવની જાણ ચક્રવાત ન્યુઝ ટીમને થતા તાત્કાલિક જાણ વન વિભાગને કરાતાં આર.એફ.ઓ.ના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અતિ દુર્લભ આંધળી ચાકણ સાપનું રેસ્ક્યુ કરી રામપરા અભયારણ્ય ખાતે સહિત સલાહ ખસેડવામાં આવી હતી…
આંધળી ચાકણ વિશે….
સરીસૃપ પ્રાણીઓ વિશે પ્રચલિત ગેરસમજમાંથી હજુ લોકો બહાર આવ્યા નથી. આંધળી ચાકળ (રેડ સેન્ડ બોઆ)ને ઘરમાં રાખવાથી શ્રીમંત થવાય જેવી ગેરમાન્યતાને કારણે આંધળી ચાકળ માર્કેટમાં ગેરકાનૂની રીતે લાખો-કરોડો રૂપિયામાં વહેચાય છે. સાપનો ઉપયોગ દવાઓ, કોસ્મેટિક્સ અને બ્લેક મેજિક બનાવવા માટે કરવામાં આવે છે. દેશના ઘણા ભાગોમાં આ સાપ લોકોના નસીબને ચમકાવે છે તેવી માન્યતા છે. આ પ્રજાતિના સાપનો ઉપયોગ દવાઓ અને સૌદર્ય પ્રસાધનો બનાવવા માટે કરવામાં આવે છે. અને આજ કારણ છે કે તેની આંતરાષ્ટ્રીય માર્કેટમાં વધારે માંગ છે. રેડ સેન્ડ બોઆની લંબાઈ આશરે ૨.૪૫ ફૂટ જેટલી હોય છે. ઘણી વખત ૧ મીટર (૩.૨૫ ફૂટ) સુધીની લંબાઈ ધરાવાતી રેડ સેન્ડ બોઆ પણ જોવા મળે છે. રેડ સેન્ડ બોઆના શરીરનું બંધારણ સામન્ય હોય છે. તેની પૂંછડી લગભગ મોઢા જેવા આકરાની હોય છે અને મોઢુ કાચડી-ભિંગડાવાળુ તથા એક ચોક્ક્સ પ્રકારની પૅટર્ન ધરાવે છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1