વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પરથી એક શખ્સને જામગરી બંદૂક સાથે રંગે હાથ ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર શિવજી મંદિર પાસે એક શખ્સ ગેરકાયદેસર બંદુક સાથે ઉભો હોવાની બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી હાજીભાઈ ઇબ્રાહિમભાઈ મોવર (ઉ.વ. ૪૦, રહે. ધમરનગર સોસાયટી, નવાપરા) ને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc