રેલ્વે વિભાગ દ્વારા રિપેરિંગ અને મેઇન્ટેનન્સ માટે અમરસર ફાટક બે દિવસ રાત્રિના સમયે બંધ રહેશે….
વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર આવેલ મહત્વની અમરસર ફાટક ખાતે રેલ્વે વિભાગ દ્વારા રિપેરિંગ અને મેઇન્ટેનન્સ માટે આગામી શનિવાર તથા રવિવાર રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી આ સમય દરમ્યાન અહીંથી વાહન વ્યવહાર બંધ રહેવાનો હોય, જેની તમામ લાગતા વળગતાઓએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર-અમરસર વચ્ચે કિમી 707/0-1 પર લેવલ ક્રોસિંગ નં. 97 (અમરસર ફાટક) પર લેવલ ક્રોસિંગનું ઓવર હૉલિંગ અને ટેમ્પિંગની જાળવણીની કામગીરી રેલ્વે વિભાગ દ્વારા હાથ ધરવાની હોય, જેથી આગામી શનિવાર તથા રવિવાર રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફાટક બંધ રહેશે, જેથી અહીંથી પસાર થતાં તમામ વાહનચાલકોએ આ બાબતની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે…
અમરસર ફાટક બંધ રહેવાનો સમય…
1). તા. 01/06/2024 ના 22:00 PM થી તા. 02/06/2024 ના 6:00 AM સુધી = 08 કલાક
2) તા. 02/06/2024 22:00 PM થી તા. 03/06/2024 સુધી 6:00 AM સુધી = 08 કલાક
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65