Monday, October 5, 2026
More
    Homeમુખ્ય સમાચારટંકારાએઈમ્સ હોસ્પિટલ-રાજકોટના ઉપક્રમે મોરબી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન....

    એઈમ્સ હોસ્પિટલ-રાજકોટના ઉપક્રમે મોરબી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન….

    મોરબી જિલ્લાના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને એઈમ્સ (AIIMS) હોસ્પિટલ-રાજકોટના ઉપક્રમે મોરબી ખાતે આગામી તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬, શનિવારના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ (દવા સાથે)નું આયોજન કરવામાં આવ્યું છે…

    આ કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ રોગોની તપાસ, નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે. ન્યુરોસર્જન, જનરલ સર્જન, બાળરોગ, જનરલ મેડિસિન, હાડકાં, ચામડી, હૃદયરોગ, યુરોલોજી, નેફ્રોલોજી, આંખ, દાંત, કાન-નાક-ગળા, સ્ત્રીરોગ, કેન્સર, ડાયાબિટીસ સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે…

    આ સેવાભાવી આરોગ્યલક્ષી આયોજનનો વધુમાં વધુ નાગરિકોને લાભ મળે અને કોઈપણ વ્યક્તિ આરોગ્ય સેવાથી વંચિત ન રહે તેવા હેતુથી મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ચતુરભાઈ મકવાણા તથા મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી સુખદેવભાઈ ડાભી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

    કેમ્પની વિગતો….

    સ્થળ : મયુર હોસ્પિટલ, એલ.ઈ. કોલેજની બાજુમાં, મોરબી-૨
    તારીખ : ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬, શનિવાર
    સમય : સવારે ૮:૦૦ વાગ્યાથી

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!