વાંકાનેર શહેર નજીક હાઇવે પર ઝાંઝર સનેમાની બાજુમાં આવેલ આસ્થાગ્રીન સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, જેથી આ બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા વાંકાનેર સ્થાનિક તંત્ર તથા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે…
બાબતે સ્થાનિક નાગરિકોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, આસ્થાગ્રીન સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી આસરે ૬૦ થી ૭૦ જેટલા પરીવારો રહે છે, જેમને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી, જેના કારણે મજબૂરીથી નાગરિકોએ આરોગ્ય માટે નુકસાનકર્તા બોરનું ક્ષારયુક્ત પાણી પીવું પડતું હોય, જેથી સરકારની “નળ સે જળ” અને “હર ઘર નળ” જેવી યોજનાની અમલવારી આ વિસ્તારમાં કરી, આસ્થાગ્રીન સોસાયટીના રહીશો મટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD