ખેતરમાં ભેલાણ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ પરત ફરતા ખેડૂત પર રસ્તામાં હુમલો કર્યો…
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે રહેતા એક ખેડૂત પર આજે બપોરના સમયે ખીજડીયા ગામના એક માલધારી શખ્સ દ્વારા દાદાગીરી સાથે ખેતરમાં ભેલાણ કરવા જતાં, ખેડૂતે ભેલાણ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપી દ્વારા ખેડૂત પર રસ્તામાં હુમલો કરી બેફામ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે રહેતા અબ્દુલરહીમ આહમદભાઈ શેરસીયા (ઉ.વ. ૫૧) નામના ખેડૂત આજે ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ ગયા હોય, ત્યારે વાડીની બાજુમાં પશુ ચરાવતા કૈલાશ લીલા સરૈયા (રહે. ખીજડીયા) નામના આરોપીએ ખેડૂત પર દાદાગીરી કરી પોતાના પશુ ભેલાણ કરવા ખેડૂતની વાડીમાં મુકવા જતા બાબતે ખેડૂતએ વાડીમાં પશુ ચરાવવાની ના પાડી હોય,
જેથી આ બાબતનું સારૂં નહીં લાગતાં ઉશ્કેરાયેલા આરોપીએ ખેડૂત વાડીએથી પરત ફરતા હોય, ત્યારે રસ્તામાં તેના પર લાકડી વડે હુમલો કરી, બેફામ માર મારી, ખેડૂતોનો એક હાથ ભાંગી, પગમાં ઇજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં બનાવ બાદ તાત્કાલિક ખેડૂતને સારવાર અર્થે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય અને બનાવમાં પોલીસે આરોપી સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD