તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા આભાર વ્યક્ત કરાયો…
વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામો માટે રૂ. ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના ભેરડા ગામે તળાવ રિપેરિંગ માટે રૂ. ૩૮.૯૯ લાખ અને ખીજડીયા ગામે તળાવ રિપેરિંગ માટે રૂ. ૯.૯૮ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા જીજ્ઞાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત રાજ્ય તથા કેન્દ્ર સરકારનો ખુબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો….