Tuesday, October 13, 2026
More
    Homeમુખ્ય સમાચારકલેક્ટરની સંવેદનશીલતા : રાત્રી સભામાં આપેલી બાંહેધરીના ૧૦ જ દિવસમાં વર્ષોથી ટલ્લે...

    કલેક્ટરની સંવેદનશીલતા : રાત્રી સભામાં આપેલી બાંહેધરીના ૧૦ જ દિવસમાં વર્ષોથી ટલ્લે ચડેલા વીડી ભોજપરા-સિંધાવદર રોડનું કામ શરૂ…

    જ્યારે અધિકારી પોતાની ફરજને માત્ર ‘નોકરી’ નહીં પણ ‘સેવા’ માને છે, ત્યારે વહીવટી તંત્ર પર લોકોનો વિશ્વાસ બેવડાઈ જાય છે. વર્ષોથી ટલ્લે ચડેલું વાંકાનેરના વીડી ભોજપરા ગામથી સિંધાવદર રોડનું કામ અચાનક શરૂ થતાં ગ્રામજનોમાં આનંદ અને આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કામ શરૂ થવું એ માત્ર એક રસ્તાનું નિર્માણ નથી, પરંતુ સરકારી તંત્રની કાર્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં જ મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વાંકાનેરના વીડી ભોજપરા ગામમાં ‘રાત્રી સભા’ અંતર્ગત મુલાકાત લેવામાં આવી હોય દરમ્યાન ગ્રામજનો દ્વારા વર્ષોથી પડતર એવા વીડી ભોજપરા-સિંધાવદર રોડના પ્રશ્ને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. આ તકે કલેક્ટર દ્વારા માત્ર લોકોની રજૂઆત ઔપચારિક રીતે સાંભળી ન હતી, પરંતુ આ બાબતને પોતાની અંગત જવાબદારી સમજીને માત્ર ૧૦ જ દિવસમાં કામ શરૂ કરાવવાની ગ્રામજનોને બાંહેધરી આપી હતી…

    આજે કલેક્ટરએ આપેલ બાંહેધરી અક્ષરશઃ સાચી સાબિત થઈ છે અને રસ્તાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબી જીલ્લા કલેક્ટરની અડગ ફરજપરસ્તી, સમયબદ્ધતા અને નિષ્ઠાથી વીડી ભોજપરાના તમામ ગ્રામજનો ખૂબ જ પ્રભાવિત થયા છે. સત્તા પાછળ જ્યારે સેવાનો ભાવ હોય, ત્યારે કેવા સકારાત્મક પરિણામો મળે છે તેનું આ જીવંત ઉદાહરણ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!