Sunday, October 11, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ગ્રામ્ય પંથકમાં વીજ ધાંધિયા મુદ્દે પૂર્વ ધારાસભ્યની PGVCLને રજૂઆત.....

    વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં વીજ ધાંધિયા મુદ્દે પૂર્વ ધારાસભ્યની PGVCLને રજૂઆત…..

    વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજળીની અનિયમિતતા સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા ૨૦ દિવસથી લોડ શેડિંગના નામે થઈ રહેલા આડેધડ વીજકાપ મામલે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજાદાએ પીજીવીસીએલ (PGVCL) કચેરીના નાયબ ઈજનેરને લેખિતમાં રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કર્યો છે….

    પૂર્વ ધારાસભ્ય પીરજાદાએ પોતાની લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેરના ગ્રામ્ય પંથકના લોકો દ્વારા તેમને વીજકાપ અંગે વ્યાપક ફરિયાદો મળી રહી છે. પીજીવીસીએલ દ્વારા છેલ્લા ૨૦થી વધુ દિવસોથી ગ્રામ્ય વિસ્તારોમાં લોડ શેડિંગના નામે દિવસ તેમજ રાત્રિના સમયે પણ ૪ થી ૫ વખત વીજળી ડુલ કરી દેવામાં આવે છે.

    વારંવાર વીજકાપના કારણે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની આ ગંભીર મુશ્કેલીને ધ્યાને રાખીને, પૂર્વ ધારાસભ્યએ પીજીવીસીએલ તંત્રને ચીમકી સાથે અપીલ કરી છે કે આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને ગ્રામ્ય પંથકમાં નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!