
મોરબી જિલ્લાના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને એઈમ્સ (AIIMS) હોસ્પિટલ-રાજકોટના ઉપક્રમે મોરબી ખાતે આગામી તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬, શનિવારના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ (દવા સાથે)નું આયોજન કરવામાં આવ્યું છે…


આ કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ રોગોની તપાસ, નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે. ન્યુરોસર્જન, જનરલ સર્જન, બાળરોગ, જનરલ મેડિસિન, હાડકાં, ચામડી, હૃદયરોગ, યુરોલોજી, નેફ્રોલોજી, આંખ, દાંત, કાન-નાક-ગળા, સ્ત્રીરોગ, કેન્સર, ડાયાબિટીસ સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે…


આ સેવાભાવી આરોગ્યલક્ષી આયોજનનો વધુમાં વધુ નાગરિકોને લાભ મળે અને કોઈપણ વ્યક્તિ આરોગ્ય સેવાથી વંચિત ન રહે તેવા હેતુથી મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ચતુરભાઈ મકવાણા તથા મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી સુખદેવભાઈ ડાભી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

કેમ્પની વિગતો….
સ્થળ : મયુર હોસ્પિટલ, એલ.ઈ. કોલેજની બાજુમાં, મોરબી-૨
તારીખ : ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬, શનિવાર
સમય : સવારે ૮:૦૦ વાગ્યાથી
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



