Tuesday, September 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો...

    વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો….

    વાંકાનેર સીટી પોલીસને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશમાં એક સફળતા મળી છે, જેમાં ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં નાસતા ફરતા (વોન્ટેડ) આરોપીઓને પકડી પાડવા માટે પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી ફરાર આરોપી ઘનશ્યામભાઇ રાજુભાઇ હળવદીયા (ઉ.વ. ૩૦, રહે. આવાસ ક્વાર્ટર, લીલપર રોડ, મોરબી) ને પોલીસે શહેરના જીનપરા જકાતનાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!