Monday, September 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતીદેવડી ગામે પથ્થરમારામાં પ્રૌઢને નાકના ભાગે ફ્રેક્ચર, બે શખ્સો સામે પોલીસ...

    વાંકાનેરના રાતીદેવડી ગામે પથ્થરમારામાં પ્રૌઢને નાકના ભાગે ફ્રેક્ચર, બે શખ્સો સામે પોલીસ ફરિયાદ….

    વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે દુકાનના પગથિયે બેઠેલા પ્રૌઢ પર પથ્થરમારો થતાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જે અંગે વાંકાનેર સિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અમૃતભાઈ મેઘજીભાઈ વોરા (ઉ.વ. ૬૩) રાતીદેવડી ગામમાં પોતાની દુકાનના પગથિયા પર શાંતિથી બેઠા હોય દરમ્યાન આ જ ગામના આરોપી પ્રકાશ ઉર્ફે પિંટુભાઈ લાલજીભાઈ વોરા અને ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા (બંને રહે. રાતીદેવડી) હાથમાં લાકડીના ધોકા લઈને આવી બજારમાં હાજર બાવજીભાઈ વોરાને બેફામ ગાળો આપવા લાગ્યા હતા.

    આરોપીઓએ ઉશ્કેરાઈને બજારમાં પડેલા છૂટા પથ્થરો હાથમાં લઈને બાવજીભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પથ્થરમારામાં એક છૂટો પથ્થર દુકાન પાસે બેઠેલા વૃદ્ધ અમૃતભાઈને સીધો મોઢાના ભાગે વાગી ગયો હતો. પથ્થરના ઘાના કારણે અમૃતભાઈને ડાબી આંખની નીચેના ભાગે ઈજા પહોંચી હતી તેમજ નાકના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત અમૃતભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!