Wednesday, August 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પાંચ દ્વારકા ગામે ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે મદીના વેલ્ફેર દ્વારા નિઃશુલ્ક હેલ્થ...

    વાંકાનેરના પાંચ દ્વારકા ગામે ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે મદીના વેલ્ફેર દ્વારા નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પ તથા દર્દીઓમાં ફ્રુટ વિતરણ કરાયું….

    ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે મદીના વેલ્ફેર દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તહેવારની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પ અને હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રુટ કીટ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પાંચ દ્વારકા સ્થિત તાલુકા શાળા ખાતે આ આરોગ્યલક્ષી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં દર્દીઓના સ્વાસ્થ્યની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં લોહીની તપાસ, લીવર અને કિડનીની તપાસ, બ્લડ શુગર (ડાયાબિટીસ) તથા કોલેસ્ટ્રોલ સહિતના અગત્યના ફ્રી મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હોય, જે કેમ્પનો ૪૦૦થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. આ સાથે જ મદીના વેલ્ફેર ગ્રુપ દ્વારા બીમાર દર્દીઓની સેવા માટે ૨૦૦ જેટલી ફ્રુટની કિટો તૈયાર કરી વાંકાનેર વિસ્તારની વિવિધ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓમાં વિતરણ કરવામાં આવી હતી.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!