Friday, August 21, 2026
More
    Homeજન્મદિવસHappy Birthday : મિલન રિફ્રેકટરીના ઓનર અને અગ્રણી ઉદ્યોગપતિ અબ્દુલભાઈ માથકીયાનો આજે...

    Happy Birthday : મિલન રિફ્રેકટરીના ઓનર અને અગ્રણી ઉદ્યોગપતિ અબ્દુલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ…

    વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના વતની અને ઔદ્યોગિક ક્ષેત્રે જાણીતી પેઢી મિલન રિફ્રેકટરીના ઓનર અબ્દુલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે. આજે તેઓ જીવનના એક વધુ સફળ વર્ષને પૂર્ણ કરી નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ચોમેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે….

    અબ્દુલભાઈ માથકીયા રિફ્રેકટરી ઇન્ડસ્ટ્રીઝમાં ૩૦ વર્ષથી પણ વધુ સમયનો બહોળો અનુભવ ધરાવે છે. પોતાની અથાગ મહેનત, કુશળ વેપારી સૂઝબૂઝ અને ગુણવત્તાસભર કામગીરીના બળે તેમણે મિલન રિફ્રેકટરીને આ ક્ષેત્રમાં એક આગવી અને વિશ્વસનીય ઓળખ અપાવી છે. રિફ્રેકટરી ઉદ્યોગમાં તેમની ગણના એક પ્રતિષ્ઠિત અને અનુભવી અગ્રણી તરીકે થાય છે. સરળ, સહૃદયી અને મિલનસાર સ્વભાવ ધરાવતા અબ્દુલભાઈ વ્યવસાયની સાથે-સાથે સામાજિક સંબંધો જાળવવામાં પણ મોખરે રહે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો, સ્નેહીજનો, મિત્રવર્તુળ તેમજ સિરામિક અને રિફ્રેકટરી ઉદ્યોગ જગતના વેપારી મિત્રો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!