Friday, August 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર સીટી પોલીસ દ્વારા ૧૯ મોબાઈલ અને રોકડ સહિત રૂ. ૬.૪૦ લાખનો...

    વાંકાનેર સીટી પોલીસ દ્વારા ૧૯ મોબાઈલ અને રોકડ સહિત રૂ. ૬.૪૦ લાખનો મુદ્દામાલ અરજદારોને પરત સોંપ્યો…

    વાંકાનેર સીટી પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ ‘ કાર્યક્રમ અંતર્ગત ટેકનિકલ વર્કઆઉટ અને સીઈઆઈઆર (CEIR) પોર્ટલના માધ્યમથી ખોવાયેલા કે ચોરાયેલા ૧૯ મોબાઈલ, ભૂલથી બદલાઈ ગયેલી બાઈક અને સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ સહિત કુલ રૂ. ૬.૪૦ લાખનો મુદ્દામાલ શોધી કાઢી અરજદારોને સન્માનપૂર્વક પરત સોંપ્યો છે…

    વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા નાગરિકોની ગુમ થયેલી ચીજવસ્તુઓ તથા સાયબર ફ્રોડનો ભોગ બનેલી અસ્કયામતો પરત મેળવવા માટે સતત પ્રયાસો અંતર્ગત CEIR પોર્ટલ પર એન્ટ્રી કરી તેનું સતત મોનિટરિંગ રાખી ગુમ થયેલ મુદ્દામાલ શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી હતી. જેમાં પોલીસે ૧૯ મોબાઈલ (રૂ. ૩,૫૧,૫૦૦), સાયબર ફ્રોડમાંથી પરત રિકવર કરેલ રોકડ (રૂ. ૨,૫૯,૩૯૦), ભૂલથી બદલાઈ ગયેલ એક બાઈક (રૂ. ૩૦,૦૦૦) સહિત કુલ રૂ. ૬,૪૦,૮૯૦નો મુદ્દામાલ ડીવાયએસપી એસ. એચ. સારડા અને વાંકાનેર સીટી પીઆઈ પી. આર. સોલંકીના હસ્તે તેના મૂળ માલિકોને પરત સોંપી પ્રસંશનીય કામગીરી હાથ ધરી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!